Skip to main content
Back to News & Schemes

Milk Price Hike: સામાન્ય માણસની ખિસ્સામાંથી પૈસા કાઢીને ખેડૂતોને આપશે સરકાર

Krishi Jagran Gujarati2 min read

એક બાજુ કર્ણાટકની કોંગ્રેસ સરકારે લઘુમતી સમાજ માટે કૉલેજ અને વેપારમાં મદદ કરવા માટે પોતાના બજેટમાં ઘણી સ્કીમની જાહેરાત કરી છે, તેના સાથે જ રાજ્યને મૉડલ પ્રદેશ બનાવવાનો પણ વચન આપ્યો છે અને બસ હોય કે પછી ટ્રેન બધામાં મહિલાઓને મફત યાત્રા પણ…

એક બાજુ કર્ણાટકની કોંગ્રેસ સરકારે લઘુમતી સમાજ માટે કૉલેજ અને વેપારમાં મદદ કરવા માટે પોતાના બજેટમાં ઘણી સ્કીમની જાહેરાત કરી છે, તેના સાથે જ રાજ્યને મૉડલ પ્રદેશ બનાવવાનો પણ વચન આપ્યો છે અને બસ હોય કે પછી ટ્રેન બધામાં મહિલાઓને મફત યાત્રા પણ કરાવી રહી છે.બીજી બાજુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં 4 રૂપિયાના વાધારો કરીને લોકોના ખિસ્સા પર કાતર ચલાવવાનું કામ પણ કરી રહી છે. કર્ણાટકની કોંગ્રેસની સરકારે ખેડૂતોની માંગને જોતા રાજ્યમાં દૂધના ભાવ વધારી દીધા છે. આ ભાવ વધારાથી સામાન્ય માણસના ખિસ્સામાંથી રોકડ કાઢીને ખેડૂતોને આપવામાં આવશે. જણાવી દઈએ કે આ નિર્ણય 1 એપ્રિલથી અમલમાં મુકવામાં આવશે.

કેટલા વધ્યા દૂધ-દહીના ભાવ

- નંદિની દૂધ - ટોન્ડ દૂધ - ૪૨ થી ૪૬ રૂપિયા પ્રતિ લિટર

- હોમોજનાઇઝ્ડ ટોન્ડ દૂધ - ૪૩ થી ૪૭ રૂપિયા પ્રતિ લિટર

- ગાયનું દૂધ (લીલું પેકેટ)- ૪૬ થી ૫૦ રૂપિયા પ્રતિ લિટર

- શુભમ દૂધ - ૪૮ થી ૫૨ પ્રતિ લિટર

- દહીં - ૫૦ થી ૫૪ પ્રતિ લિટર

કર્ણાટક સરકારે શું કહ્યું?

કર્ણાટકના પશુપાલન મંત્રી કે. વેંકટેશે જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલી કર્ણાટક કેબિનેટની બેઠકમાં દૂધ ઉત્પાદન અને પ્રક્રિયાના ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે નંદિની દૂધ અને દહીંના વેચાણ ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કરવા સંમતિ આપવામાં આવી હતી. વધેલા ભાવમાંથી પૈસા સીધા રાજ્યના દૂધ ઉત્પાદક ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, 26 જૂન, 2024 થી નંદિની દૂધના 1 લિટર માટે 2 રૂપિયાનો ભાવ વધારો પાછો ખેંચવા અને 500 મિલી અને 1 લિટર પેકેજમાં 4 રૂપિયાનો હાલનો ભાવ વધારો પહેલાની જેમ જ અપનાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે."

દૂધ ફેડરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

દૂધના વધેલા ભાવ અંગે માહિતી આપતાં કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ જણાવ્યું હતું કે દૂધ ફેડરેશન અને ખેડૂતોના દબાણને કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "ભાવ વધારવાનો નિર્ણય દૂધ ફેડરેશન દ્વારા લેવામાં આવ્યો છે. તેઓ પ્રતિ લિટર 5 રૂપિયા વધારાની માંગ કરી રહ્યા હતા. સરકારે આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને 1 એપ્રિલથી ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 4 રૂપિયાની વધેલી રકમ ખેડૂતોને મળવી જોઈએ..."તેઓ કહ્યું કે બસ અને મેટ્રોના ભાડા તેમજ વીજળીના દરમાં વધારાને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ, કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ના પ્રમુખ ભીમા નાઈકે પણ દૂધના ભાવમાં વધારાની શક્યતાનો સંકેત આપ્યો હતો. કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) 'નંદિની' બ્રાન્ડ નામ હેઠળ તેના ડેરી ઉત્પાદનોનું વેચાણ કરે છે.

This story was reported by Krishi Jagran Gujarati.

Read the original article