બજારમાં પોતાની પકડ મજબૂત કરવા અને ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે, પારસ ડેરીએ પ્રીમિયમ ચીઝ બ્રાન્ડ “ગેલેસિયા” એ લોન્ચ કર્યો છે. દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા આહર 2025 માં પારસ ડેરીએ (VRS ફૂડ્સ લિમિટેડ) તેના પ્રીમિયમ ચીઝ બ્રાન્ડ રજુ કરી છે, જેને ભારતીય ડેરી ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં પણ શરૂ થશે કંપની
કંપનીએ જણાવ્યું હતું કે આ લોન્ચ ગુણવત્તા, નવીનતા અને ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતને દર્શાને છે. આ સાથે, કંપનીએ એમ પણ કહ્યું કે ભારતીય ગ્રાહકોના બદલાતા સ્વાદ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ચીઝની માંગને પહોંચી વળવા માટે નવી બ્રાન્ડ ગેલેશિયા રજુ કરવામાં આવી છે.આ માટે કંપનીએ 100 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. તેનું વેચાણ દિલ્હી એનસીઆર સહિત ઘણા શહેરોમાં શરૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાચ છે. વધુ કંપનીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પારસ ડેરીની અત્યાધુનિક સુવિધામાં ગેલેશિયા ચીઝનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં કાળજીપૂર્વક પસંદ કરેલા ખેતરોમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધનો ઉપયોગ થાય છે. તેનો સમૃદ્ધ પોત, ક્રીમી સ્વાદ અને અસાધારણ સ્વાદ તેને ગ્રાહકો અને ફૂડ સર્વિસ પ્રોફેશનલ્સ બંને માટે એક આદર્શ પસંદગી બનાવે છે.
60 વર્ષથી ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે પારસ ડેરી
કંપનીના જણાવ્યા અનુસાર, પારસ ડેરીએ ભારતીય ગ્રાહકોના બદલાતા સ્વાદ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ચીઝની વધતી માંગને પહોંચી વળવા માટે 100 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. પારસે 60 વર્ષથી વધુ સમયથી દૂધ ઉત્પાદનોના ક્ષેત્રમાં ડેરી ધોરણો સ્થાપિત કર્યા છે. તેણે ખેડૂતોને સશક્ત બનાવ્યા છે અને ભારતની શુદ્ધતા દુનિયા સમક્ષ લાવી છે.પારસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગેલેશિયા ચીઝ ગ્રાહક અનુભવ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેની અદ્ભુત રચના અને સ્વાદ તેને બધાનો પ્રિય બનાવે છે. કંપનીએ કહ્યું કે શરૂઆતમાં ગેલિસિયા ચીઝ મોઝેરેલામાં ઉપલબ્ધ થશે. બાદમાં તે ચીઝ બ્લોક્સ, ચીઝ ડીપ્સ, ચીઝ સ્લાઈસ, ચેડર ડાઇસ, ચીઝ ફિલર્સ, ચીઝ ડ્રેસિંગ રેન્જમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે ચીઝ માટે દૂધ
ગ્રાહકોને પાર્સ ડેરીના ગેલેશિયા ચીઝ સાથે ઉચ્ચ ગુણવત્તા મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, ગેલેશિયા ચીઝ સૌપ્રથમ ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના બજારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગેલેશિયા ચીઝનું વેચાણ સૌપ્રથમ દિલ્હી-એનસીઆર, લખનૌ, ચંદીગઢ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, અમદાવાદ અને હૈદરાબાદ જેવા મુખ્ય શહેરોમાં શરૂ થશે. મેનેજિંગ ડાયરેક્ટર રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે ચીઝ માટે દૂધ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ખરીદવામાં આવશે, જેથી ખેડૂતોને મોટા પાયે ફાયદા થશે અને તેઓની આવકમાં પણ તેથી વધારો થશે. તેઓ કહ્યું કે અમે દરેક રાજ્યમાં પોતાના બ્રાન્ડ પહોંચાડવા માટે ત્યાં જ ના ખેડૂતો પાસેથી દૂધ ખરીદીશું અને પછી ચીઝનું ઉત્પાદન કરીશું.
